eng
competition

Text Practice Mode

પન્નાલાલ પટેલ

created May 19th 2023, 07:45 by Ashish Gondaliya


0


Rating

134 words
0 completed
00:00
પન્નાલાલ નાનશા પટેલનો જન્મ રાજસ્થાનના ડુંગર્પુર પાસે માંડલી ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મેઘરજ અને ઈડરમાં લીધું. અંંગ્રેજી ચાર ચોપડી (અત્યારના આઠમાં ધોરણ) સુધી અભ્યાસ કર્યો હતો. સાહિત્યસર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેવળ હૈયાઉકલતથી લખતા પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. વિષયવસ્તુ અને રચનારીતિમાં પોતીકી મુદ્રા ધરાવનાર વિપુલ કથાસાહિત્ય - ખાસ કરીને નવલકથા અને ટુંકીવાર્તાના સર્જનને કારણે તેઓ કથાલેખક તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા છે. 'વળામણાં', 'મળેલા જીવ', 'માનવીની ભવાઈ', 'ઘમ્મર વલોણું ભાગ 1-2'. પાછલે બારણે', મનખાવતારે'. 'કંકુ' વગેરે નવલકથાઓ, સુખદુ:ખના સાથી, 'પાનેતરનાં રંગ', 'વાત્રકને કાંઠે', 'મનના મોરલા', 'જમાઈરાજ', વૈતરણીને કાંઠે', 'ઢોલિયા સાગસીસમના' વગેરે નાટ્યસંગ્રહો ઉપરાંત બાળસાહિત્ય અને 'જિદગી સંજીવનીના  સાત ભાગ' આત્મકથાનાં પુસ્તકો છે. ઉત્તમ સાહિત્યસેવા માટે એમને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' તથા 'માનવીની ભવાઈ' માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયાં હતાં. એમના સાહિત્યમાં વિષયવૈવિધ્ય અને ગામડાના પ્રત્યક્ષ અનુભાવનુંં વાસ્તવવાદી નિરુપણ થયું છે.

saving score / loading statistics ...